બે બહેનપણીઓ વાતો કરી રહી હતી.
પહેલી બોલી - મેં નિર્ણય કર્યો છે કે જ્યા સુધી 25 વર્ષની ન થવુ ત્યાં સુધી લગ્ન નહી કરુ.
બીજી બોલી - અને મેં નિર્ણય લીધો છે કે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી 25 વર્ષની થવુ જ નહી.
ડોક્ટર - (બેહોશ થયેલા દર્દીને) - આ તો મરી ગયો છે.
દર્દી - (એકદમ ઉઠીને) હું તો જીવી રહ્યો છુ.
દર્દીની પત્ની - (પતિને) - જરા તો સમજી-વિચારીને બોલો. આટલા મોટા ડોક્ટર છે, શું એ ખોટુ બોલતા હશે ?
એક ભિખારીને એક દિવસ કંઈ ન મળ્યુ. તે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા લાગ્યો - હે ઈશ્વર, જો મને 10 રૂપિયા મળી જાય તો તેમાંથી પાંચ રૂપિયા તમારા. થોડે આગળ જતા તેને પાંચનો સિક્કો મળ્યો. તે ઉઠાવીને તે બોલ્યો - વાહ ભગવાન, મારી પર આટલો પણ વિશ્વાસ નથી. પાંચ રૂપિયા પહેલા જ કાપી લીધા.
રેલગાડીમાં ચર્ચા ચાલી રહી હતી.
એક વૃધ્ધ બોલ્યો - હવે તો સમાજવાદ આવશે.
બીજો બોલ્યો - નહી, નહી માર્ક્સવાદ આવશે.
ત્રીજો બોલ્યો - નહી હવે તો સામ્યવાદ આવશે.
અચાનક ઉપરના બર્થ પર સૂનારા એક વૃધ્ધે કહ્યુ, મહેરબાની કરીને 'અલાહાબાદ' આવે ત્યારે મને બતાવજો.
એક પાર્ટીમાં એક સ્ત્રીએ પાસે ઉભેલી બીજી સ્ત્રીને પૂછ્યુ - એક્સક્યુઝ મી, શુ તમે મને બતાવી શકો છો કે હમણા જે સુંદર ફુલ જેવી છોકરી દારૂના ગ્લાસ સર્વ કરી રહી હતી તે ક્યા ગઈ ?
બીજી સ્ત્રી - શુ તમને પણ દારૂ પીવી છે ?
પહેલી સ્ત્રી - નહી, હુ તો મારા પતિને શોધી રહી છુ.
પત્ની - મારો પુત્ર મને મા નથી કહેતો.
પતિ - (ગુસ્સામા) હુ તેને એવી સજા આપીશ , એટલો મારીશ કે એ શુ એનો બાપ પણ તને મા કહીને બોલાવશે.
સંતા હુઈની ઘરે બે છોકરીઓ જન્મી, તેણે પોતાના પડોસી બંતાને કહ્યુ કે છોકરીઓનુ હું અંગ્રેજી નામ મૂકવા માંગુ છુ, શુ નામ મુકુ.
બંતાએ કહ્યુ એકનુ નામ કેટ મુકી દે, સંતા બોલ્યો અને બીજીનુ નામ શુ મુકુ ?
બંતાએ કહ્યુ - ડુપ્લીકેટ
બંતા - આ ચપ્પુ કેમ ઉકાળી રહ્યો છે /
સંતા - સુસાઈડ કરવા માટે
બંતા - તો ઉકાળવાની શી જરૂર છે ?
સંતા - ઈંફેક્શન ન થઈ જાય માટે.
સંતા એક દિવસ પ્રેશર કુકર લઈને આવ્યો અને બીજા જ દિવસે પાછુ આપવા ગયો.
દુકાનદાર - શુ પ્રોબ્લેમ છે આમા ?
સંતા - ઘરમાં જવાન પુત્રી છે અને આ સાલુ સીટી માટે છે.
પતિ પત્નીને - ભાગ્યવાન, તારી જોડે લગ્ન કરીને મને એક ફાયદો થયો.
પત્ની - શુ થયો બતવો તો ખરા.
પતિ - મને મારા કર્મોની સજા જીવતા જીવત મળી ગઈ.