બે બહેનપણીઓ વાતો કરી રહી હતી.
પહેલી બોલી - મેં નિર્ણય કર્યો છે કે જ્યા સુધી 25 વર્ષની ન થવુ ત્યાં સુધી લગ્ન નહી કરુ.
બીજી બોલી - અને મેં નિર્ણય લીધો છે કે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી 25 વર્ષની થવુ જ નહી.
પહેલા ધોરણના બાળકોને શાળામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો - ઈશ્વર ક્યા છે ?
એક બાળકે હાથ ઉપર કર્યો - મને ખબર છે.
ટીચરે કહ્યુ - સારુ તો બતાવો ઈશ્વર કયા છે ?
બાળકે કહ્યુ - અમારા બાથરૂમમાં.
એક ક્ષણ માટે ટીચર ચુપ થઈ ગઈ. પછી બોલી - તને કેવી રીતે ખબર પડી ?
બાળક બોલ્યુ - રોજ સવારે પપ્પા ઉઠીને બાથરૂમનો દરવાજો ખટખટાવતા કહે છે - હે ભગવાન , તુ હજુ સુધી અંદર જ છે.

વજેસન્ગ બાપુને ને એની માનો કાગળ
વ્હાલા દીકરા,
જે માતાજી !
હું અહીં કઠણાઈમા છું, તું ય એમાજ હઈશ.આપણી જીંદગીમા બીજુ શું હોય ?
હું આ કાગળ ધીમે ધીમે લખું છું તને જલ્દી વાંચતા નથી ફાવતું એ મને ખબર છે ઍટલે.
આપણે પહેલા રહેતા તા ત્યાં હવે નથી રેહતા.ના ઘર ધણીએ કાઢી નથી મુક્યા પણ એને ભાડું નો આપવાના બહાના ખુટી ગયા એટલે બીજું ગોત્યું.
અહીંનુ સરમામુ મોકલી શકતી નથી કારણકે જુનો રહેવાસી મુમબઈ ગ્યો ઇ
સરનામા ની પ્લેટ લૈ ગયો છે જેથી એને નવી નો બનાવવી પડે.હું આપણા જુના ઘરની પ્લેટ કાઢી આવીશ ને તું પંદર દી પછી તું જુના સરનામે મને કાગળ લખીશ તો અહી નવા ઘેર મળી જશે.
અહી રહેવાનો એક ફાયદો છે કે સમશાન સાવ નજીકછે એટલે તારા બાપાને મુકવા બહુ હાલવું નહી પડે.અહીં નાવા ની ઓયડીમા કપડા ધોવાનું મશિન છે. ખાડામા કપડાં નાખી ને ઉપરની હાંકળ ખેંચો એ એટલે પાણી આવે છે.મે બે દી પેલા નાખેલ ચોયણી ને મારા સાડલા નાખીને સાંકળ ખેંચી ને કપડાં ડુબી ગ્યા થોડા દી એ ધોવાયને ઉપર આવશે એમ માનું છું
ગયું આખું અઠવાડીયું વરસાદ પડ્યો -પેલા ચાર દી આવ્યો ને પછી બે દી.રવીવાર રજા રાખી હશે.
તને જોયતો તો ઈ ગરમ કોટ ફૈબા હારે મોકલું છઉં.ઍના પિત્તળ ના બટન બહુ ભારે હતા એટલે કાપીને કોટના ખિસ્સામા મુક્યા છે.ફૈબા આવતે વરહે આવવાના છે.
તારા બાપા ને કબ્રસ્તાનમા નોકરી મળી છે.કાંઈ સગવડતા આપતા હશે તો બાળવાને બદલે ડાટશું.
તારી બેનને બેબી આવી.બાપા જોવા ગ્યાતા પણ હજુ એને કપડા નથી પેરાવ્યા એટલે તૂં મામો થ્યો કે મામી ઈ ખબર નથી…
તારો કાકો કુવામા પડી ગયો હતો.આજુબાજુવાળાને કાધવા કીધું તો, માળાઓએ ધકા મારીને દુબાડી દીધો,લાશને સળગતા તૈણ દી લાગ્યા.
તારા બાપા લખાવે છે કે તને આપેલા હઝાર રુપીયા ચોરાય ગ્યા છે એમ તું જણાવે છે.આટલું બધું નો હોય ૫૦૦ પછા મુકી દે જે.
તને સંભાળીને રહેવાનુ લખતી નથી કારણ સંભાળવાનું તો બાજુવાળાઓએ છે.
બીજું ખાસ લખવાનુ નથી.તને કાગળમા પૈસા મોકલ્વાતા પણ કવર સોંટાડી દીધું છે એટલે મોકલ્યા નથી.
તારી માના આશીરવાદ.
From : http://dhavalrajgeera.wordpress.com

દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડૉક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું. પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી ઉપર તરતું રહ્યું. છેવટે ડૉક્ટરે એમાંના એકને પૂછ્યું :
‘આ પ્રયોગ જોવાથી, તમને શું શીખ મળી ?’
‘એ જ કે સાહેબ, દારૂ પિવાથી શરીરમાં રહેલા જંતુ મરી જાય છે !’ દારૂડિયાએ જવાબ આપ્યો.

સંપાદક, ફોટોગ્રાફર અને પત્રકાર જૂનાં ખંડેરોમાંથી પસાર થતા હતા ત્યાં પગે જાદુઈ ચિરાગ અથડાયો. જીને કહ્યું : ‘મારી પાસે ત્રણ વરદાન છે. તમારા ત્રણેયની એક એક ઈચ્છા પૂરી કરી શકાશે. જે માગવું હોય તે માગી લો !’
ફોટોગ્રાફરે કહ્યું : ‘કાશ્મીરના સુંદર બંગલામાં પૈસાની કોઈ ફિકર વગર આખી જિંદગી ગાળી શકું તેવું ઈચ્છું છું.’ જીને તેની ઈચ્છા તરત પૂરી કરી.
પત્રકારે કહ્યું : ‘હું કન્યાકુમારીના સમુદ્ર તટે સુંદર બંગલામાં પૈસાની કોઈ ચિંતા વગર આખી જિંદગી માણી શકું તેવી ઈચ્છા છે.’ જીને તેને ત્યાં પહોંચાડી દીધો.
સંપાદકનો વારો આવ્યો. તેણે કહ્યું : ‘મને હમણાં ને હમણાં બન્ને અહીં હાજર જોઈએ. કાલ સવારના છાપામાં કામ કોણ કરશે ? એમનો બાપ !’

માધો (પૂંજાને) : ‘તારા બળદને પેટમાં દુ:ખાવો ઊપડ્યો ત્યારે તેં એને શું પાયું હતું ?’
પૂંજો : ‘એરંડિયું.’
‘ઠીક’ કહીને માધો ચાલ્યો ગયો. બીજે દિવસે આવીને પૂંજાને કહેવા લાગ્યો : ‘તેં કાલે નહોતું કહ્યું કે તારા બળદને પેટમાં દુ:ખતું હતું ત્યારે તેં એને એરંડિયું પાયું હતું ?’
પૂંજો : ‘હા, કહ્યું હતું ને, કેમ ?’
માધો : ‘મેં પણ મારા બળદને એરંડિયું પાયું ને તે તો મરી ગયો.’
પૂંજો : ‘મરી તો મારોયે ગયો હતો.’

‘બેટા ગઈકાલે મેં તને ગણિતના દાખલાનું હૉમવર્ક કરવામાં મદદ કરી હતી. તેં સ્કૂલમાં ટીચરને એ કહી તો નથી દીધું ને ?’
‘પપ્પા, મેં સાચી વાત સરને જણાવી જ દીધી.’
‘એમ ? તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે…. પછી તારા ટીચરે શું કહ્યું ?’
‘એમણે કહ્યું કે દાખલા બધા ખોટા જ ગણી લાવ્યો છે પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું !!’

સેનાનો એક જવાન અધિકારી પાસે આઠ દિવસની રજા માંગવા ગયો. અધિકારીએ એને ટાળવા
માટે કહ્યું : ‘પહેલા દુશ્મનની સેનાની એક ટેન્ક લઈ આવ.’
બીજે દિવસે જવાન ખરેખર ટેન્ક લઈને આવી ગયો.
આ જોઈ અધિકારીએ આશ્ચર્યથી પૂછ્યું : ‘આ ટેન્ક તેં કેવી રીતે મેળવી ?’
જવાને કહ્યું : ‘એમાં શું મોટી વાત છે ? જ્યારે તેમને આઠ દિવસની રજા જોઈતી હોય
ત્યારે તે આપણી પાસેથી ટેન્ક લઈ જાય છે.’

Subscribe to:
Posts (Atom)