હવાલદાર : ‘સાહેબ, પેલી અપહરણ થયેલી છોકરીને હું છોડાવી લાવ્યો છું.’
ઈન્સ્પેક્ટર : ‘એણે અપહરણકર્તા સાથે લગ્ન કરી લીધાં છે અને એના પતિએ હાલ તારા ઉપર અપહરણનો આરોપ મૂક્યો છે !’
રામ : ‘શું ? તારાં લગ્ન છળકપટથી થયાં છે ? કઈ રીતે ?’
શ્યામ : ‘જે બંદૂકની અણીએ મને પરણાવ્યો હતો, તે બંદૂકમાં કારતૂસ જ નહોતી !’
એક સુખી દંપતીના જીવનમાં ફોઈએ આવીને હોળી સળગાવી. આખો વખત ઘરમાં ઝઘડા-ટંટો-ફિસાદ રહેતા. આખરે 10 વર્ષે ડોસી મરી ગઈ ત્યારે પતિએ પત્નીને કહ્યું, ‘જો મને તારા માટે આટલો પ્રેમ ન હોત તો મેં તારા ફોઈને ક્યારનાંય કાઢી મૂક્યાં હોત !’
‘શું વાત કરો છો ? મેં તો એમ સમજીને ચલાવ્યું કે ગમે તેમ પણ એ તમારા ફોઈ છે ને !’
સંપાદક, ફોટોગ્રાફર અને પત્રકાર જૂનાં ખંડેરોમાંથી પસાર થતા હતા ત્યાં પગે જાદુઈ ચિરાગ અથડાયો. જીને કહ્યું : ‘મારી પાસે ત્રણ વરદાન છે. તમારા ત્રણેયની એક એક ઈચ્છા પૂરી કરી શકાશે. જે માગવું હોય તે માગી લો !’
ફોટોગ્રાફરે કહ્યું : ‘કાશ્મીરના સુંદર બંગલામાં પૈસાની કોઈ ફિકર વગર આખી જિંદગી ગાળી શકું તેવું ઈચ્છું છું.’ જીને તેની ઈચ્છા તરત પૂરી કરી.
પત્રકારે કહ્યું : ‘હું કન્યાકુમારીના સમુદ્ર તટે સુંદર બંગલામાં પૈસાની કોઈ ચિંતા વગર આખી જિંદગી માણી શકું તેવી ઈચ્છા છે.’ જીને તેને ત્યાં પહોંચાડી દીધો.
સંપાદકનો વારો આવ્યો. તેણે કહ્યું : ‘મને હમણાં ને હમણાં બન્ને અહીં હાજર જોઈએ. કાલ સવારના છાપામાં કામ કોણ કરશે ? એમનો બાપ !’
સંતાને 5 નંબરની બસમાં જવું હતું. બંતાને 7 નંબરની બસમાં જવું હતું. ઘણી વાર રાહ જોયા પછી 57નંબરની બસ આવી. રાજી થઈ બંને ચઢી ગયા.
આ પુસ્તકનાં બધાં પાનાં કોરાં કેમ છે ?’
‘એનું શીર્ષક જુઓ એટલે સમજાઈ જશે !’
‘કેમ ? શું છે એનું શીર્ષક ?’
‘એનું શીર્ષક છે : પુરુષો સ્ત્રીઓને કેટલી જાણે છે !’
ફ્રી લંચ, ફ્રી રેસ્ટ, ફ્રી સ્ટે, ફ્રી સિક્યોરીટી…. સાથ મેં સંજયદત્ત કે સાથ રોજ ડિનર…. રસ છે ?
તો 100 નંબર ડાયલ કરીને કહો કે બોમ્બે બ્લાસ્ટમાં તમારો હાથ હતો !
છોકરી પ્રાર્થના કરતી હતી : ‘હે ભગવાન, કોઈ સમજદાર છોકરા સાથે લગ્ન કરાવજે….’
ભગવાન : ‘પ્રાર્થના બદલ બેટા, સમજ્દાર હોય એ પરણે જ નહીં.’
માધો (પૂંજાને) : ‘તારા બળદને પેટમાં દુ:ખાવો ઊપડ્યો ત્યારે તેં એને શું પાયું હતું ?’
પૂંજો : ‘એરંડિયું.’
‘ઠીક’ કહીને માધો ચાલ્યો ગયો. બીજે દિવસે આવીને પૂંજાને કહેવા લાગ્યો : ‘તેં કાલે નહોતું કહ્યું કે તારા બળદને પેટમાં દુ:ખતું હતું ત્યારે તેં એને એરંડિયું પાયું હતું ?’
પૂંજો : ‘હા, કહ્યું હતું ને, કેમ ?’
માધો : ‘મેં પણ મારા બળદને એરંડિયું પાયું ને તે તો મરી ગયો.’
પૂંજો : ‘મરી તો મારોયે ગયો હતો.’
બંટાસિંહનાં બેઉ ટાબરિયાંએ પરીક્ષામાં બાપનું નામ જુદું લખ્યું. શિક્ષકે કાન પકડીને કારણ પૂછ્યું : ‘કેમ અલ્યા ? આવું કેમ ?’
છોટે બંટા : ‘ફિર તૂસી બોલતે હો કી કોપી કરતે હો….ઈસલિયે.’
શિક્ષક : જો તમે ભગવાનને ખરા દિલથી પ્રાર્થના કરો તો સાચી જ પડે.
મગન : ખોટું સાહેબ. જો એવું હોત તો તમે અત્યાર સુધી જીવતા જ ન હોત.
માતા કરતાં પણ લેક્ચરર કેમ મહાન છે ?
કારણ કે મા તો કેવળ એક બાળકને હાલરડું ગાઈને ઊંઘાડી શકે છે, જ્યારે લેક્ચરર એકસાથે 100-150ને વગર હાલરડે સૂવડાવી શકે છે !!!
એક દુકાન પર બોર્ડ હતું : ‘અહીં તમામ ભાષાઓમાં ઝેરોક્સ કરી આપવામાં આવશે.’
સતીશ : ‘તને તારી ભૂલ ઉપર કોઈએ અભિનંદન આપ્યા છે ?’
વિવેક : ‘હા, મારાં લગ્ન વખતે અભિનંદનનો વરસાદ વરસ્યો હતો !’
મૂરખ માણસ સ્ત્રીને : ‘ચૂપ’
શાણો માણસ સ્ત્રીને : ‘તારા હોઠ બંધ હોય ત્યારે તું ખૂબ સુંદર લાગે છે.’
ગ્રાહકઃ ગઈ કાલે આપને ત્યાંથી ખુરશી ખરીદીને લઈ ગયો હતો અને એક જ દિવસમાં તે તુટી ગઈ.
ફર્નીચરવાળોઃ એવું બને જ નહીં, નક્કી કોઈક તેની ઉપર બેઠુ હોવું જોઈઍ.
છગન : ‘હું કોફી પીઉં તો સૂઈ ના શકું.’
મગન : ‘અલ્યા મારું તારાથી બિલકુલ જ ઊંધું છે. હું સૂતા પછી કૉફી નથી પી શકતો !’
શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’
ટ્વિન્કલ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
ટ્વિન્કલ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’
ટ્વિન્કલ : ‘Banana સર !’
‘ગુનાશોધક યંત્ર વિશે તમે શું જાણો છો ?’
‘ઘણું જાણું છું.’
‘કઈ રીતે ?’
‘એકની સાથે હું પરણ્યો છું.’
‘જ્યારે આ સ્ત્રીને તેના પતિ સાથે ઝઘડો થયો ત્યારે શું તું ત્યાં હતો ?’ ન્યાયાધીશે કનુને પૂછ્યું.
‘જી, હા.’ પંદર વર્ષના કનુએ કહ્યું.
‘તારે સાક્ષી તરીકે શું કહેવાનું છે ?’
‘એ જ કે હું કદી પરણીશ નહિ.’
એક અનુભવી ભાઈ એક લગ્નોત્સુક નવયુવાન ને પ્રસન્ન રહેવાની શિખામણ આપતા કહેવા લાગ્યા કે ભાઈ, હંમેશા હસતાં રહેવું જોઈએ – હસે તેનું ઘર વસે. યુવાન માથું ખંજવાળતા કહેવા લાગ્યો કે હા તે તો ઠીક પણ આ જેનું ઘર વસી ગયું છે તે કેમ હસતા નહીં હોય ?
પ્રેમી (ભાવથી) : ‘તું જ મારી કવિતા ને તું જ મારી નવલિકા, તું જ મારી પ્રેરણા ને તું જ મારી રચના છે !’
પ્રેમિકા : ‘તું જ મારો રમેશ, ને તું જ મારો મુકેશ ! તું જ મારો હિતેશ, ને તું જ મારો મિતેશ છે !!’
શિક્ષક : ‘ખુદકુશી કરલી’ ઔર ‘ખુદકુશી કરની પડી’ બેઉ વચ્ચેનો ભેદ બતાવો.’
રમેશ : પહેલાનો જવાબ બેરોજગારી ને બીજાનો શાદીશુદા….
સંતા અને બંતા બંને વાતો કરી રહ્યા હતા.
સંતા : ભાઈ બંતા, લવમેરેજ અને એરેન્જ મેરેજમાં શું ફરક છે ?
બંતા : સાવ સીધી વાત છે. જ્યારે છોકરો જાતે ખાડામાં પડે એને ‘લવમેરેજ’ કહેવાય અને પાંચેક હજાર જણ જ્યારે ભેગા મળીને ધક્કો મારે તેને ‘એરેન્જ મેરેજ’ કહેવાય !
છોટુની પત્ની છોટુને કહી રહી હતી કે, ‘આ શું બોલ બોલ કરો છો તમે ? ‘મારું ઘર’, ‘મારી કાર’, ‘મારા બાળકો’ એમ કહેવા કરતાં તમે ‘આપણું’ શબ્દ વાપરતા હોવ તો ! ભાષા તો જરા સુધારો. ચાલો ઠીક છે, હવે એ તો કહો કે આ કબાટમાં ક્યારના તમે શું શોધો છો ?’
છોટુ : ‘આપણું પાટલૂન શોધું છું.’
‘બેટા ગઈકાલે મેં તને ગણિતના દાખલાનું હૉમવર્ક કરવામાં મદદ કરી હતી. તેં સ્કૂલમાં ટીચરને એ કહી તો નથી દીધું ને ?’
‘પપ્પા, મેં સાચી વાત સરને જણાવી જ દીધી.’
‘એમ ? તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે…. પછી તારા ટીચરે શું કહ્યું ?’
‘એમણે કહ્યું કે દાખલા બધા ખોટા જ ગણી લાવ્યો છે પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું !!’
છગન : અલ્યા તું બધા ‘એસ.એમ.એસ’ મને બે-બે વાર કેમ મોકલે છે ?
મગન : એ તો એટલા માટે કે કદાચને તું એક ફોરવર્ડ કરી દે તો બીજો તો તારી પાસે રહે ને !
‘જરા વિચારો, બાળકો’ શિક્ષકે કહ્યું, ‘આફ્રિકામાં અનેક વિસ્તારોમાં નિશાળ જ નથી ! તો આપણે શાના માટે પૈસા બચાવવા મથવું જોઈએ ?’
બાળકોનો હર્ષનાદ થયો : ‘આફ્રિકા જવા માટે !’
એક કાકાનો ભત્રીજો અમેરિકા થી આવ્યો હતો તેને ભુજનુઁ હમિરસર તળાવ જોવા માટે લઈ ગયા. હમિરસર તળાવ જોઇ ભત્રીજો કહે વાઆઆઊ. ત્યારે કાકા એ તરત કહ્યુઁ કોડા આ વાવ નથી તળાવ છે તળાવ.
બાપુ એક ચોપડી વાંચતાં વાંચતાં રડવા માંડ્યા. બાએ પૂછ્યું : ‘રડો છો કાં ?’
બાપુ : ‘આ બુકનો અંત બહુ કરુણ છે.’
બા : ‘કઈ બુક છે ?’
બાપુ : ‘પાસબુક.’
સરદારજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.
‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’
સરદારજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !’
संता: परसों मेरी बीवी कुवे में गिर गयी,
बहुत चोट लगी, बहुत चिल्ला रही थी .

बनता: अब कैसी है वो...?

संता: अब ठीक ही होगी,
कल से कुवे से आवाज़ नही आ रही है...
सरदार और उसकी पत्नी ट्रेन की राह देख रहे थे....
इतने में PUNJAB MAIL आई,

सरदार भाग के ट्रेन में चढ़ गया और
पत्नी से बोला जब PUNJAB FEMALE आये तो चढ़ जाना....
सरदार: मुझे फ़ोन पे धमकियाँ मिल रही है

पुलिस: कोन दे रहा है

सरदार: बीएसएनएल वाले, बोलते है क अगर बिल न भरा तो काट देंगे......
नासा ने 3 सरदारों को चाँद पे भेजा, रोकेट उडा मगर आधे रस्ते से वापस
आया...
...
उनको पुछा गया तो बोले... : आज अमावस्या है चाँद तो नही होगा.......
एक सरदार पूरी जिंदगी सोचता रहा, सोचता रहा
...
सोचता रहा
....
...

...

...

...
....
...
सोचता रहा
...
...
...
...
....
...
...
....और सोचते सोचते मर गया के अगर मेरी सिस्टर के 2 भाई है तो मेरे
क्यों नही....
નટુ : ‘તને ખબર છે ? મારી પત્ની દેવી છે. ‘
ગટુ : ‘દેવી તો મારેય છે, પણ લ્યે કોણ ?’
એક ભાઈએ સંતાસિંગને પૂછ્યું: ‘યાર સંતા, તમારી પાસે મોબાઈલ છે, છતાં તમે મને લેટર કેમ મોકલ્યો ?’
સંતા કહે છે: ‘યાર ક્યા કરું ? મૈંને આપ કો ફોન લગાયા તો અંદર સે કીસીને બોલા, પ્લીઝ ટ્રાય લેટર !’
શિક્ષકે કહ્યું : રમેશ, એક ટૂંકો નિબંધ લખ કે જેમાં અઠવાડિયાના દરેક વાર વિશે થોડું લખજે.
રમેશે લખ્યું : ‘સોમવારે મા મામાને ઘેર ગઈ હતી ત્યારે પિતાથી એટલો શીરો બનાવાઈ ગયો કે તે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ સુધી ચાલ્યો !’
રંગે કાળા અને વાળે ધોળા એવા બિરજુ પ્રસાદ યાદવ પશુપાલન ખાતાના મંત્રી થયા એની ખુશીમાં પોતે અડધો ડઝન ભેંસો વચ્ચે ઊભા રહીને ફોટો પડાવ્યો.
બીજે દિવસે છાપામાં ફોટો છપાયો. નીચે લખેલું : ‘નવા પશુપાલન મંત્રી, તસ્વીરમાં ડાબેથી ચોથા !’
બાપુએ છાપામાં વાંચ્યું : ‘કમળાએ મોડાસામાં 45 માણસોનો ભોગ લીધો…’
આ વાંચીને બાપુ બોલ્યા : ‘ઈ બાઈ બવ જબરી લાગે છે !’
સેનાનો એક જવાન અધિકારી પાસે આઠ દિવસની રજા માંગવા ગયો. અધિકારીએ એને ટાળવા
માટે કહ્યું : ‘પહેલા દુશ્મનની સેનાની એક ટેન્ક લઈ આવ.’
બીજે દિવસે જવાન ખરેખર ટેન્ક લઈને આવી ગયો.
આ જોઈ અધિકારીએ આશ્ચર્યથી પૂછ્યું : ‘આ ટેન્ક તેં કેવી રીતે મેળવી ?’
જવાને કહ્યું : ‘એમાં શું મોટી વાત છે ? જ્યારે તેમને આઠ દિવસની રજા જોઈતી હોય
ત્યારે તે આપણી પાસેથી ટેન્ક લઈ જાય છે.’
શિક્ષકે વિદ્યાર્થીને સજા સંભળાવતા કહ્યું :
‘રમેશ, તેં સુરેશને ગધેડો કહ્યો એ ખૂબ જ શરમની વાત છે. તારે દસ રૂપિયા દંડ ભરવો
પડશે.’
‘સાહેબ !’ રમેશે કહ્યું : ‘મને માફ કરી દો સાહેબ ! હવેથી હું આવું નહિ કરું.
કહેતા હોવ તો હવેથી હું બધા ગધેડાઓને સુરેશ કહીશ.’
મમ્મી : ‘બેટા, આજે ઘેર જલદી કેમ આવી ગયો ?’
બન્ટી : ‘મેં રાજુને માર્યો એટલે ટીચરે મને કલાસમાંથી બહાર કાઢી મૂક્યો.’
મમ્મી : ‘પણ તેં રાજુને કેમ માર્યો ?’
બન્ટી : ‘મારે આજે વહેલા ઘરે આવવું હતું એટલે !’
મચ્છરની મમ્મી, પોતાના નાનકડા મચ્છરને :
‘બેટા, આજે તું પહેલીવાર ફરવા ગયો. તને દુનિયામાં કેવું લાગ્યું ?’
નાનકડું મચ્છર : ‘બહુ જ સરસ, મમ્મી ! હું જ્યાં જઉં ત્યાં લોકો તાળીઓ પાડીને
મારું સ્વાગત કરતા હતા !’