માધો (પૂંજાને) : ‘તારા બળદને પેટમાં દુ:ખાવો ઊપડ્યો ત્યારે તેં એને શું પાયું હતું ?’
પૂંજો : ‘એરંડિયું.’
‘ઠીક’ કહીને માધો ચાલ્યો ગયો. બીજે દિવસે આવીને પૂંજાને કહેવા લાગ્યો : ‘તેં કાલે નહોતું કહ્યું કે તારા બળદને પેટમાં દુ:ખતું હતું ત્યારે તેં એને એરંડિયું પાયું હતું ?’
પૂંજો : ‘હા, કહ્યું હતું ને, કેમ ?’
માધો : ‘મેં પણ મારા બળદને એરંડિયું પાયું ને તે તો મરી ગયો.’
પૂંજો : ‘મરી તો મારોયે ગયો હતો.’

No comments:
Post a Comment